Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઈંડોનેશિયાના પાપુઆમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં મંગળવારના રોજ મધ્ય રાત્રીએ 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપના ઝટકા એનારોટલી શહેરમાં પણ મહેસુસ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની તીવ્રતા 5.1ની આંકવામાં આવી છે.

         યુરોપીય ભૂમધ્યસાગરીય ભૂકંપ સેન્ટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ વાર મધ્ય રાત્રીના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા  પરંતુ હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણે કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(9:03 pm IST)