Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

લંડન નજીક ૩૯ મૃતદેહથી ભરેલ ટ્રક મળી : વધુ તપાસ

તમામની હત્યા કરાઇ છે કે કેમ તેમાં તપાસ : સમગ્ર ઘટનાના સંદર્ભમાં પૂર્વીય આયર્લેન્ડમાંથી એકની ધરપકડ કરી લેવાઈ : સમગ્ર બ્રિટનમાં મામલાની ચર્ચાઓ

લંડન, તા. ૨૩ : દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં એ વખતે હાહાકાર મચી ગયો હતો જ્યારે એક ટ્રકમાંથી ૩૯ મૃતદેહ મળી આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે, આ ટ્રક બલ્ગારિયાથી પહોંચ્યો હતો. એસેક્સ પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, લંડનની નજીક ગ્રેજના એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટ્રક જપ્ત કરવામાં આવી હતી. આ ટ્રકમાં ૩૮ મૃતદેહ મળી આવ્યા હતા. પૂર્વીય આયર્લેન્ડને આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. અહીંથી એક ૨૫ વર્ષીય યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ લોકો સાથે હકીકતમાં શું બન્યું હતું તે અંગેની માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે.

            પોલીસે કહ્યું છે કે, સ્થાનિક સમય મુજબ રાત્રે ૧.૪૦ વાગે એમ્બ્યુલન્સ સર્વિસે માહિતી આપી હતી જેને વોટર ગ્લેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાસે એક ટ્રક કન્ટેઇનર મળ્યું હતું જેમાં આ મૃતદેહો હતા. એસેક્સ પોલીસે ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે. લંડનની નજીક મૃતદેહોથી ભરેલી ટ્રક મળી આવ્યા બાદ આને લઇને ઉંડી શોધખોળ હાથ ધરવામાં આવી છે. બલ્ગારિયાથી આ ટ્રક આવી છે અને આમા રહેલા મૃતદેહોના સંદર્ભમાં માહિતી મેળવવાના પ્રયાસ ઇંગ્લેન્ડ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવી છે કે કેમ તેને લઇને હજુ સુધી પ્રાથમિક વિગત મળી શકી નથી.

(9:04 pm IST)