Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઓએમજી......મહિલા કર્મીએ એર ટિકિટના અપગ્રેડેશનમાં કર્યો 5.57 કરોડનો ગોટાળો

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ એરલાઇનની મહિલા કર્મચારી દ્વારા પરિવારના હવાઈ ટિકિટોને અપગ્રેડ કરીને 5.57 કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે આરોપી મહિલા છેલ્લા 15 મહિનાથી આ પ્રકારની છેતરપિંડી કરી રહી હતી આ ઘટનાનો ખુલાસો થતા પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને તેમને 20 વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેતરપિંડીની આ ઘટના અમેરિકાના બોસ્ટન ફેડરલ કોર્ટની છે જેમાં 31 વર્ષીય આરોપી મહિલાએ છેલ્લા 15 મહિનાની અંદર 5.57 કરોડની ટિકિટમાં છેતરપિંડી કરતા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:26 pm IST)