Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

આઈએસ આતંકવાદીઓ સાથે લડાઈમાં ઇરાકના પોલીસ કમાંડરના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: ઉતરી બગદાદના સલાદિન પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ આઇએસના આતંકવાદીઓ સાથે લડાઈમાં ઇરાકના વરિષ્ઠ પોલીસ કમાંડર મોતને ભેટતા અરેરાટી મચી જવા પામી છે મંગળવારના રોજ આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ હતી સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ફેડરલ પોલીસે ચોથી બ્રિગેડના કમાંડર બ્રિગેડિયર જનરલ અલ-લિયામિની સલાદિન પ્રાંતના મુતાયબીજ પાસે આઈએસ આતંકવાદીઓ સાથે લડાઈમાં તે શહીદ થયા હોવાનું  માલુમ પડી રહ્યું છે.

              આ ઘટના વિષે હજુ સુધી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી આ વર્ષે સપ્ટેબરમાં ઈરાકી સેનાએ આ વિસ્તારમાં આતંક રોધી અભિયાન પણ ચલાવ્યું હતું જેમાં 15 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા.

(6:25 pm IST)