Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

શું તમારો ચહેરો ફ્રેન્ડલી અને માયાળુ છે? તો રોબોનો ચહેરો તમારા જેવો બનશે અને ૯૨ લાખ રૂપિયા કમાવાનો અવસર

લંડન,તા.૨૩: લંડનની એક ટેકનોલોજી કંપની રોબોને માણસ જેવો ચહેરો આપવા માગે છે. આ માટે તે કોઈ રિયલ વ્યકિતનો ચહેરો હોય એવું શોધી રહી છે. જિયોમિક રોબોને એવા માણસનો ચહેરો આપવો જોઈએ જે જોતાં જ એકદમ ફ્રેન્ડલી, દયાળુ અને મિલનસાર હોય એવું લાગે. મનુષ્ય જેવો જ દેખાય એવો ચહેરો ધરાવતા રોબોનું નામ હશે વચ્ચુઅલ ફ્રેન્ડ. હજી તો આ રોબો બનાવવાની કામગીરી શરૂ નથી થઈ, પરંતુ એની બારીકીઓ પર કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષ સુધીમાં કામ શરૂ થશે અને એ પહેલાં રિયલ વ્યકિતનો ચહેરો વાપરવાનું લાયસન્સ  અગ્રીમેન્ટ કરવામાં આવશે જેના માટે જે-તે જકિતને ૯૨ લાખ રૂપિયા આપવામાં આવશે. આ રોબોની પોતાની અલગ ઓળખાણ હશે.

(3:25 pm IST)