Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

૪૪ વર્ષના આ દાદી બાવીસમી વાર બનશે મમ્મી

લંડન તા. ૨૩: આજના જમાનામાં બે બાળકો પણ બસ ગણાય છે, પણ બ્રિટનનાં આ બહેનને એકવીસ પછી પણ સંતોષ નથી એટલે બાવીસમા બાળકની મા બનવા જઈ રહ્યાં છે. બહેનનું નામ છે સૂ રેંડકોર્ડ અને રહેવાનું છે બ્રિટનના મોરકૅમ્બે ટાઉનમાં. હજી ગયા વર્ષે એટલે ૨૦૧૮માં જ સૂબહેને ૨૧મા સંતાનને જન્મ આપ્યો હતો. હાલમાં તેના પતિ નોઇલ રેડફોર્ડ ફરીથી સોશ્યલ મીડિયા પર અલ્ટ્રાસાઉન્ડ વિડિયો શેર કરીને પત્ની બાવીસમી વાર પ્રેગ્નન્ટ છે એ જાહેર કર્યું હતું, પંદર વીકની પ્રેગ્નન્ટ સૂ હવે એપ્રિલ મહિનામાં બાળકને જન્મ આપશે.

નવાઈની વાત એ છે કે બહેને આઠ બાળકો થઈ ગયાં એ પછી નસબંધી કરાવી હતી, પરંતુ એ કામિયાબ ન થઈ અને એ પછી પણ બાળકોની વણઝાર ચાલુ જ રહી. નૌઇલ બેકરીનો બિઝનેસ કરે છે અને મહિને ૩૨,૦૦૦ રૂપિયાનું રાશનપાણી ખરીદે છે. રોજ ૧૮ કિલો કપડાં ધોવાય છે અને એકવીસ સંતાનો સાથે પરિવાર દરસ બેડરૂમમાં રહે છે. સૂ અને નોઇલનો સૌથી મોટો દિકરો ૩૦ વર્ષનો થઇ ચૂકયો છે જે હજી પણ પેરેન્ટસની સાથે રહે છે. તેની ૨૫ વર્ષની દીકરી સોફીને પણ ત્રણ દિકરી ટુંકમાં દાદા-દાદી બન્યા પછી પણ સૂ અને નોઇલની બાળકો પેદા કરવાની ગતિમાં કોઇ જ ફરક પડ્યો નથી.

(11:23 am IST)