Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઘરમાંથી કરોળીયાના જાળામાંથી મુક્તિ મેળવવા ફુદીનાના તેલનો છંટકાવ-તમાકુનો ઉપયોગ કરો

 

દિવાળી આવી રહી છે લોકો ઘરની સાફ સફાઈમાં લાગી ગયા હશે. મોટાભાગના લોકોના ઘરમાં કરોળિયાના જાળાની સમસ્યા રહે છે. જાળાને દૂર કરવા માટે અમે તમને જણાવીશું કેટલીક ટિપ્સ. જેની મદદથી તમે સરળતાથી કરોળિયાના જાળામાંથી મુક્તિ મેળવશો.

ફુદીનાના તેલનો છંટકાવ

ઘરમાંથી કરોળિયાને દૂર ભગાડવા માટે ઘરના ખૂણાઓમાં ફુદીનાના તેલનો છંટકાવ કરવો. ઉપરાંત તમે વિનેગરને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરશો તો તેની સુંગંધથી પણ કરોળિયા દૂર ભાગે છે.

યુકેલિપ્ટિસના સૂકા પાન

યુકેલિપ્ટિસના સૂકા કે તાજા પાનને તમારા રૂમમાં કે તિજોરીમાં રાખો. જેથી કરોળિયાથી કાયમ માટે છૂટકારો મળ છે. તેની સુગંધ તેજ હોવાના કારણે કરોળિયા દૂર ભાગે છે.

તમાકુ પણ ઉપયોગી સાબિત થશે

તમાકુને એક કપ ગરમ પાણીમાં 30 મિનિટ સુઘી રાખો તેમા હવે થોડોક લીંબુનો રસ મિક્સ કરી દો. તેને છાંટી દેવાથી ખૂબ ફાયદો થશે.

(5:49 pm IST)