Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વજન ઘટાડવા માટે સફરજન-બ્રોકોલીનો ઉપયોગ કરોઃ કસરતની સાથોસાથ આ ફુડ અસરકારક સાબિત થશે

 

વજન વધી જવાના ડરથી કેટલાક લોકો ઓછું ખાય છે, એવામાં નેગેટિવ કેલરી ફૂડ તમારી મદદ કરી શકે છે. ફૂડ તમારા દરરોજના ડાયટમાં ચોક્કસ હોવા જોઈએ. ફૂડ ખાઈને તમને જરા પણ અફસોસ નહીં થાય. સાથે શરીરમાં જમા થયેલી ફેટ ઝડપથી ઘટવા માંડશે. જો તમે વજન ઘટાડવા માટે પ્રયાસ કરો છો તો કસરત અને યોગ્ય ડાયટની સાથે ફૂડ અસરકારક સાબિત થશે. જાણો કયા છે નેગેટિવ કેલરી ફૂડ્સ

સફરજન

સફરજન હાઈ ફાયબરથી ભરપૂર હોય છે અને કેલરી ઓછી હોય છે. સફરજનને છાલ સાથે ખાવું જોઈએ. 100 ગ્રામ સફરજનમાં માત્ર 50 કેલરી હોય છે. સાથે સફરજનમાં રહેલું પેક્ટિન સારા પાચનની સાથે વેઈટ લોસ માટે પણ ફાયદાકારક છે.

બ્રોકોલી

બ્રોકોલીમાં સૌથી વધુ ફાયબર અને સૌથી ઓછી કેલરી હોય છે. બ્રોકલીમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. વજન ઘટાડવા માટે બ્રોકોલી સુપરફૂડ છે.

તરબૂચ

તરબૂચમાં કેલરીનું પ્રમાણ નીચું હોય છે. સાથે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમ રેટ વધે છે. તરબૂચમાં રહેલું લાઈકોપિન હૃદય અને બ્લડ સર્ક્યુલેશન માટે લાભદાયી છે.

બટાકા

બટાકાને શેકીને અથવા બાફીને ખાવામાં આવે તો નેગેટિવ કેલરી ફૂડના લિસ્ટમાં આવે છે. એક બટાકામાં 58 કેલરી હોય છે. બટાકા ખાવાથી પેટ ભરાય છે સાથે બટાકા પોટેશિયમ અને વિટામિન બી-6 અને સીનો સારો સ્ત્રોત છે, જે વેઈટ લોસમાં મદદ કરે છે.

કાકડી

100 ગ્રામ કાકડીમાં કુલ 16 કેલરી હોય છે. એટલે સલાડ તરીકે તમે ઈચ્છો તેટલી ખાઈ શકો છો. કાકડીમાં ખૂબ મિનરલ્સ, વિટામિન્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

(5:38 pm IST)