Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સવારે ખાલી પેટે પાણી પીવાથી ફાયદો કે નુકશાન?

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીર માટે પાણી ખુબ જ આવશ્યક છે. પાણીથી શરીર સ્વસ્થ રહે છે અને તે આપણને બીમારીઓના ઘેરાથી પણ દુર રાખે છે. તમે એવુ સાંભળ્યુ હશે કે સવારે ઉઠીને તરત પાણી પીવુ જોઈએ પરંતુ ઘણા લોકો ઉઠીને તરત પાણી પીવાનું પસંદ કરતા નથી. તો જાણો સવારે ઉઠીને પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે કે નુકશાન ?

દરરોજ સવારે ખાલી પેટે પાણી પીવાથી મન ખૂબ જ શાંત રહે છે. સાથે તમને ઝડપથી ભૂખ લાગતી નથી અને તેનાથી આપણા જમવાનો સમય નિર્ધારિત થઈ જાય છે.

જે લોકો સવારે ગરમ પાણી પીવે છે, તેનું વજન બરાબર રહે છે. તેનાથી લોકો વધારે પાતળા પણ નથી થતા અને વધારે જાડા પણ નથી થતા. ઉપરાંત લોકોની સમજવા-વિચારવાની ક્ષમતા પણ વધે છે. તે લોકો અન્ય લોકોથી વધુ સમજદાર હોય છે અને પોતાના નિર્ણય પર અડગ રહે છે.

પાણીથી તમારી ત્વચા પણ ચમકવા લાગે છે. તે ખીલ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેનાથી વાળ ઉપર પણ અસર પડે છે. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. તેનાથી કબજીયાતમાં રાહત મળે છે. આંતરડામાં રહેલ મળ નિકળવામાં સરળતા રહે છે. જેનાથી પેટ સંપૂર્ણ સાફ થઈ જાય છે અને ભુખ ઉઘડે છે.

સવારે ખાલી પેટે અને દિવસ આખો પાણી પીતા રહેવાથી તનાવ મહેસૂસ થતો નથી અને માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે. જ્યારે તમે સૂઈને ઉઠો છો, તો  મગજ શાંત હોય છે. ત્યારે પાણી પીવાથી મગજને ઓકિસજન પ્રદાન કરે છે અને તેને ફ્રેશ બનાવી રાખે છે. જેનાથી મગજ સક્રિય રહે છે.

(1:24 pm IST)