Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક

બટેટા વગર કોઈ પણ શાકનો સ્વાદ અધુરો રહે છે. બટેટામાં ભરપુર માત્રામાં વિટામીન-સી, વિટામીન-બી૧, વિટામીન-બી૩, મેગ્નેશ્યિમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ડાઈટરી એન્ટી-ઓકિસડેન્ટ હોય છે. બટેટા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. બટેટાના ઉપયોગથી ચહેરા પરના ડાઘ અને ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો જાણો બટેટાના ફેશપેક વિશે કે જેનાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર બની જશે.

૧. બટેટા અને ટમેટામાં ભરપુર માત્રામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે. જે ત્વચાના ફ્રી રેડિકલ્સ સામે લડી તમારા ચહેરા સુધી કીટાણુ અને બેકટેરીયાને આવતા રોકે છે. આ ઉપરાંત ટમેટામાં એસિડિક ગુણ હોય છે. જે ત્વચાના ખુલ્લા રોમછીદ્રને બંધ કરે છે. બટેટાના રસમાં ટમેટા અને મધ નાખી તમારા ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ સાફ પાણીથી ધોઈ લો.

૨. બટેટાના રસમાં એક મોટી ચમચી દહિં મિકસ કરી ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો સાફ પાણીથી ધોઈ લો. આ ફેશપેક તમારી ત્વચાને તાજગી પ્રદાન કરે છે અને સાથે ત્વચામાં કસાવ પણ લાવે છે.

 

(1:23 pm IST)