Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

જાણો ભોજનમાં લીંબુના ઉપીયોગ ની સાચી રીત:ખોટી રીતથી થાઈ સકે છે સમસ્યા

નવી દિલ્હીઃલીંબુ વિટામિન સી થી ભરપૂર છે અને જો તેને દરરોજ ખાવામાં આવે તો તમારી ઈમ્યૂનિટી મજબૂત થઈ જશે. એક રિસર્ચ અનુસાર અમુક એવા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યુ જે દરરોજ લીંબુ ખાતા હતા. આ રિસર્ચમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે તેમનું સરેરાશ જીવન જે લોકોની તુલનામાં લગભગ 3 અઠવાડિયા વધુ હતુ જે બિલકુલ પણ લીંબુ ખાતા નહોતા. લીંબુ એક ખાટુ ફળ છે. કોઈ પણ ખાવાની વસ્તુમાં સ્વાદ વધારવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અમુક વસ્તુઓ સાથે લીંબુનું કોમ્બિનેશન કરવાથી બચવુ જોઈએ નહીંતર આ આરોગ્ય માટે જોખમી હોઈ શકે છે. જ્યારે પણ ઘરે પનીર બનાવીએ છીએ તો આપણે ઘણીવખત ઉકળતા દૂધમાં લીંબુનો રસ નાખીએ છીએ અને પછી આ પ્રોસેસથી પનીર બને છે પરંતુ લીંબુમાં હાજર એસિડ ડેરીમાં પ્રોટીનના લેવલમાં તકલીફ પાડી શકે છે. જેના કારણે આ ગાંઠ બની જાય છે. આ સિવાય ડેરી પ્રોડક્ટ અને લીંબુ ખાવાથી શરીરમાં એસિડિક પ્રતિક્રિયા થઈ શકે છે અને છાતીમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે.

 

(7:05 pm IST)