Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

આ દેશમાં આવેલ છે ગણેશજીની 700 વર્ષ જૂની મૂર્તિ

નવી દિલ્હીઃગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતમાં, ખાસ કરીને મુંબઈમાં ભગવાન ગણેશની વિશાળ પ્રતિમાઓ જોઈ હશે, જેની લોકો પૂજા કરે છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં મોટાભાગના લોકો મુસ્લિમ છે, પરંતુ અહીં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની આ 700 વર્ષ જૂની મૂર્તિ ઈન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમો પર સ્થિત છે, જ્યાં ગુનુંગ બોર્મો નામનો એક સક્રિય જ્વાળામુખી છે. તેમાંથી ધુમાડો નીકળતો રહે છે અને આગ પણ સળગતી રહે છે. એ પ્રતિમાને જોઈને એવું લાગે છે કે, જાણે ભગવાન પોતે ત્યાં બેસીને લોકોની રક્ષા કરી રહ્યા છે. તે ખૂબ જ પવિત્ર પર્વત છે. મહત્વનું છેકે, આ દેશમાં ઘણા મંદિરો ભગવાન ગણેશને સમર્પિત છે. તાનાગરના લોકો સદીઓથી ભગવાન ગણેશની પૂજા કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના પૂર્વજોએ ત્યાં આ પ્રતિમા સ્થાપિત કરી હતી.

 

(7:02 pm IST)