Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

અઠવાડિયામાં ચાર દિવસ ખરાબ સ્વપ્ન કરે છે યાદશક્તિને અસર

નવી દિલ્હી: સપનાં આવવા એ સામાન્ય છે. કેટલાક લોકોને ખરાબ સપનાં આવે છે, જેને કારણે અનેકવાર ઊંઘમાંથી અચાનક જાગી જાય છે. 35 થી 64 વર્ષની ઉંમરમાં સપ્તાહમાં ચાર દિવસ ખરાબ સપનાં આવવાથી યાદશક્તિ ગુમાવવાનો ખતરો વધી જાય છે. વાસ્તવમાં, તાજેતરમાં બર્મિંઘમ યુનિવર્સિટીના એક રિસર્ચમાં સામે આવ્યું કે ખરાબ સપનાં જોવાથી ગંભીર ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની આશંકા વધી જાય છે. રસપ્રદ વાત એ છે કે 79થી વધુ ઉંમરના લોકોને માત્ર 5 ટકા જ ખરાબ સપનાં આવે છે. જ્યારે 41 ટકા મહિલાઓ તેમજ 59 ટકા પુરુષો પર ખરાબ સપનાંની ઊંડી અસર પડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે તે ચેતાતંત્રને લગતી એક સ્થિતિ છે જે તમારા દૈનિક જીવનના કામકાજને પ્રભાવિત કરે છે. તેને કારણે લોકોને અંગોમાં કંપનની સમસ્યા રહે છે. રિસર્ચ અનુસાર જે લોકોએ સપ્તાહમાં ઓછામાં ઓછું એક વાર ખરાબ સપનું જોયું છે, તેમનામાં આગામી એક દાયકામાં ખરાબ સપનાં ન જોતા લોકોના મુકાબલે યાદશક્તિ ગુમાવવાનો ખતરો ચાર ગણો વધુ રહે છે. જ્યારે વૃદ્વો જો ખરાબ સપનાં જુએ તો તેની યાદશક્તિને લગતી સમસ્યાનું નિદાન થવાની સંભાવના બે ગણી રહે છે.

(5:26 pm IST)