Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વિશ્વ કક્ષાએ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાની

નવી દિલ્હી: વૈશ્વીક કક્ષાએ કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યા મુજબ ગયા અઠવાડીયે નોંધાયેલા 40 લાખ નવા સંક્રમણની તુલનાએ આ અઠવાડીયે 36 લાખ નવા કેસ નોંધાયા હોવાથી સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડીયે દરેક વિસ્તારમાં નવાં સંક્રમણનું પ્રમાણ ઘટયું હોવાનું સામે આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનનાં આંકડા મુજબ બે ક્ષેત્રોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં મિડલ ઈસ્ટમાં 22 ટકાનો ઘટાડો તથા દક્ષિણ પુર્વ એશિયાનાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડીયાનાં 60000થી ઓછા મૃત્યુ થયાં છે તેમાં પણ 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ કોરોનાના કેસો અમેરિકા, ભારત, બ્રિટેન, તુર્કી તેમજ ફિલીપાઈન્સમાં જોવા મળ્યાં હતાં. વિશ્વ આરોગ્ય સંગઠનનાં અહેવાલ મુજબ ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરીએન્ટ હવે વિશ્વનાં 185 દેશોમાં જોવા મળ્યાં છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, તેઓ કોરોનાનાં દરેક વેરીયન્ટ પર નજર રાખી રહ્યાં છે. જેમાં લૈમ્બા તેમજ એચયુ વેરીઅન્ટનો પણ સમાવેશ થાય છે જે બંને લેટીન અમેરિકામાંથી પેદા થયા હતા પરંતુ હજુ સુધી વ્યાપક મહામારીનું કારણ બન્યાં નથી. હાલ તો ડેલ્ટાનું જોખમ વધુ હોવાનું ડબલ્યુએચઓએ ઉમેર્યુ હતું.

(6:31 pm IST)