Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ચીન પાસે રહેલી છે માનવની 1.46 લાખ વર્ષ જૂની ખોપડી

નવી દિલ્હી:ચીનની સભ્યતા ઘણી પ્રાચીન છે એના પ્રમાણો સમયાંતરે મળતા રહે છે. વર્ષ ૨૦૧૮માં ચીનમાંથી એક માનવ ખોપડી મળી આવી હતી જે ૧.૪૬ લાખ વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. આ માનવ ખોપડી માનવ વિકાસ પરના સંશોધન માટે ઉપયોગી છે. જીવાશ્મના પૃથ્થકરણ સાથે ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાય તેમ છે. આ ખોપડી એક એવા માનવ સમૂહની વાત છે જે નિએન્ડરડલની નજીકનો ગણાય છે. નિએન્ડરડલને આધુનિક માણસનો સૌથી નજીકનો માનવામાં આવે છે. નવા મળી આવેલા માનવ ખોપડીના જીવાશ્મને ચીની રિસર્ચસે હોમો લાંગી કે ડ્રેગન મેન નામ આપ્યું છે. લંડનમાં નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના રિસર્ચ પ્રોફેસર ક્રિસ સ્ટ્રિંગર આને છેલ્લા ૫૦ વર્ષ દરમિયાનની સૌથી મોટી શોધ માને છે.આ પ્રકારની એક માનવ ખોપડી ૧૯૩૩માં હાર્બિન પ્રાંતમાં સૌન્ગુઆ નદી પર એક પૂલ બનાવી રહેલા મજૂરોને મળી હતી.

 

 

(6:29 pm IST)