Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

નાઈજીરિયાના કવારા સ્ટેટમાં બે કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 17ના કમકમાટી ભર્યા મોતથી અરેરાટી: અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: નાઈજિરિયાના કવારા સ્ટેટમાં ગુરુવારના રોજ એક યાત્રી વાહન અને ટ્રક વચ્ચે સર્જાયેલ  ગમખ્વાર અકસ્માતમાં 17 લોકો મોતને ભેટતા  અરેરાટી મચી જવા પામી છે ફેડરલ રોડ સેફટી કોર્પસદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અન્ય 2 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

    આ દુર્ઘટના યાત્રીની બસ અને ટ્રક વચ્ચે ઝેબા-લોરિન રાજમાર્ગ પર બની હતી જેમાં અત્યારસુધીમાં 17 લોકોના મૃત્યુના  સમાચાર મળી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો ટિમ દ્વારા આપવામાં આવ્યો નથી  ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:56 pm IST)