Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અફઘાનિસ્તાનની સરહદના 90ટકા ભાગ પર કબ્જો કર્યો હોવાનો તાલિબાનનો દાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ઝડપથી કબજો જમારી રહેલા તાલિબાને મોટો દાવો કર્યો છે. તાલિબાને જાહેરાત કરી છે કે તેણે અફઘાનિસ્તાનની સરહદોના 90 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. એક તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે રશિયાની ન્યૂઝ એજન્સી 'RIA Novosti' સાથે વાતચીતમાં આ દાવનો દાવો કર્યો છે. પ્રવક્તાએ દાવો કર્યો કે, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન સાથે લાગેલી અફઘાનિસ્તાનની 90 ટકા બોર્ડરો પર અમારો કબજો છે. પરંતુ તાલિબાની દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. તાલિબાની સતત અફઘાનિસ્તાની સેનાને પાછળ ધકેલી વધુમાં વધુ ક્ષેત્રો પર કબજો કરવાના પ્રયાસમાં લાગેલું છે. ખાસ કરી તાલિબાની સરહદી વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે. તો કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને 100 અફઘાની નાગરિકોની હત્યા કરી દીધી છે. દેશના આંતરિક મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે તાલિબાને સ્પિન બોલ્ડક વિસ્તારમાં સ્થિત ઘરો પર હુમલો કર્યો છે. તેણે 100 નાગિરકોને મારી નાખ્યા છે. સ્પિન બોલ્ડક એક સરહદી શહેર છે, જેની બોર્ડર પાકિસ્તાન સાથે લાગેલી છે. તેને કંધારના મુખ્ય રણનીતિક સ્થાનોમાંથી એક માનવામાં આવે છે અને હાલમાં તાલિબાને અહીં પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે.

 

(4:42 pm IST)