Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સાઉથ કોરિયાના સંશોધકોએ આપ્યો અનોખો અહેવાલ:કોરોના સંક્રમણનો ખતરો ઘરના લોકોથી જ વધારે હોય છે

નવી દિલ્હી: સાઉથ કોરિયાના સંશોધકોએ કોરોના સંક્રમણના સ્ત્રોતને લગતો એક અહેવાલ તૈયાર કર્યો હતો. એમાં દાવો કર્યો હતો કે સંક્રમણનો ખતરો ઘરના લોકોથી જ વધારે હોય છે. અજાણ્યા લોકો કોરોના સંક્રમિત કરે એના કરતા ઘરના લોકો જ કોરોનાનો ચેપ લગાડે એવી શક્યતા વધારે હોય છે.

             સંશોધકોએ નોંધ્યું હતું કે સરેરાશ 10માંથી એક વ્યક્તિને ઘરના કાઈ વ્યક્તિએ જ કોરોનાનો ચેપ લગાડયો હતો. એમાં પણ જેમની વય 60થી 70 વર્ષ છે એવા પરિવારના સભ્યોને સૌાૃથી વધુ કોરોના સંક્રમણનો ખતરો ઘરમાંથી જ છે.

(6:59 pm IST)