Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૧૩૦૦ ફુટ ઊંચે લોખંડના સળિયા પર હેન્ડસ્ટેન્ડ કરીને ઊજવ્યો ૪૦મો જન્મદિવસ

લંડન તા.૨૩: જ ઊંચાઇ પરથી જસ્ટ નીચે જોતા પણ થથરી જવાય ત્યાં ચડીને કોઇ ઊલટા માથે હાથ પર ઊભું રહે તો એને શું કહેવુ ? જો સ્ટસ્ટ સફળ થાય તો જાંબાઝ કહેવાય અને ભૂલ થાય તો મૂરખ. તાજેતરમાં એસ્કિલ રોનિન્સગબાકેન ભાઇએ નોર્વેના ૧૩૦૦ ફુટ ઊંચા પીક પર ચડીને લોખંડના બે સળિયા પર ઊંધા માથે ઊભા રહેવાનું સાહસ કર્યુ હતું. વાત  એમ હતી કે એસ્કિલભાઇ પોતાનો  જન્મદિવસ કંઇક હટકે રીતે ઊજવવા માગતા હતા. આવો અળવીતરો વિચાર સ્વાભાવિકપણે વીસીમાં અને યુવાનીમાં આવે.જોકે એસ્કિલભાઇનો તો ૪૦મો જન્મદિવસ હતો અને છતાં તેમની રગરગમાં સાહસ કરવાની ચ્છિા તરવતી હતી. તેણે આ માટે નોર્વેના એન્ડલ્સ્નેસ માઉન્ટન પાસેના અદભુત વ્યુપોઇન્ટ ધરાવતી જગ્યાએ લોંખડની સીડી મૂકી. એની પર પણ ખાસ્સા ફૂૂટ ઊંચા લોખંડના બે સળિયા પર ચડીને તેણે હાથ પર આખું શરીર બેલેન્સ કરીને ઊધું કર્યુ. આ સાહસનો અલગ-અલગ એન્ગલથી વિડિયો પણ લેવાયો અને તસ્વીરો પણ સ્ટન્ટ સફળ થયો અને એસ્કિન બાળપણથી જ એક પ્રોફેશનલ બેલેન્સ પર્ફોર્મર રહ્યો છે એટલે નવાસવા લોકોએ આવું સાહસ કરતાં બે વાર અચૂક વિચારવું.

(3:54 pm IST)