Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શિકાગોના કલાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

રોડ પર ખાડા પડી જવાની સમસ્યા યુનિવર્સલ છે. ભલે મુંબઇ જેટલી કપરી હાલત ન હોય, પરંતુ પોટ હોલ્સ પડવાનું અમેરિકા અને ઇટલીમાં પણ થાય જ છે. આપણે એ ખાડા જોઇને બૂમો અને ફરિયાદો પાડીએ છે, પણ શિકાગોનો જિમ બેચર એ જોઇને પોતાની કાળની કરામત દેખાડવા સજજ થઇ જાય છે. જિમ પહેલી વાર ર૦૧૩ માં ઇટલીના રવીનામાં ફરવા ગયો ત્યારે મોઝેઇક ક્રીએશન્સ શીખ્યો હતો. બસ, ત્યારથી તે જયારે પણ કોઇ જગ્યાએ ખાડો જુએ કે તરત એમાં માટી પૂરીને એની પર વિવિધ રંગની ટાઇલ્સના ટુકડા ચોટાડીને ખાસ ઇમેજ ઉપસાવે છે. કયારેક બિલાડી, ફલાવર્સ, ફુડ આઇટમ અને એવું કંઇ પણ વિચિત્ર દૃશ્ય એ આર્ટમાં હોય છે જે જોઇને લોકોના ચહેરા પર સિમત ફરકી ઉઠે છે. જિમભાઇનું કહેવું છે કે ખાડાઓમાં આવી કળા કરવી કાનૂની નથી, પરંતુ તે જયારે આ આર્ટમાં વ્યસ્ત હોય છે ત્યારે કોઇ પોલીસવાળાએ આજદિન સુધી તેને રોકયો કે ટોકયો નથી.

(3:41 pm IST)