Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આ હાથીનું બચ્ચું છે કે કાચબો?

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાલતુ પશુ પક્ષીઓની સાથે સમય પસાર કરવાથી વ્યક્તિ પોતાનું ટેંશન ભૂલી જાય છે અને નવી ઉર્જા સાથે તૈયાર થઇ જાય છે.આજ કારણોસર લોકો ઘરમાં કુતરા,બિલાડી,બકરી,હરણ,પોપટ અને કબૂતર જેવા પશુ પક્ષીઓને પાળતા હોય છે પરંતુ તમે ક્યારેય કાચબાને પાળતા જોયો છે.સોશિયલ મીડિયા  પર હાલમાં એક એવો વિડીયો શેયર થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય આ વીડિયોમાં કાચબો ખુબજ મોટા આકારમાં જોવા મળી રહ્યો છે જેને જોઈને લાગી રહ્યું છે કે તે હાથીનું બચ્ચું હોઈ.આ કાચબો પણ એવો છે જે પોતાના માલિકને ઓળખી જાય છે બને વચ્ચેનો  પ્રેમ નજરે પડી રહ્યો છે.

(5:33 pm IST)