Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી ટીનેજર્સની યાદશકિત પર અસર પડે

નવિ દીલ્હી તા. ૨૩ : મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી  રેડિયેશનના જોખમનું પ્રમાણ વધતા ટીનેજર્સની યાદશકિત પર અસર પડી શકે છે. એમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે. મોબાઇલ  ફોનનો લગભગ એક વર્ષ કરતા વધષ્ુ સમય માટે ઉપયોગ  કરવાથી એમાથી નીકળતા રેડિયો  ફ્રીકવન્સી ઈલેકટ્રો  મેગ્નેટીક ફ્રીલ્ડસ (RF-EMF ) ટીનેજર્સની ફિગરલ  મેમરી (ભૌતિક યાદશકિત)ના વિકાસ પર નકારાત્મક અસર છોડે છે. ફિગરલ મેમરી જમણી તરફના મગજમાં આવેલી હોય છે. અને મોબાઇલ ફોન મોટા ભાગે  જમણી બાજુએ રાખવાની ટેવને કારણે  જમણુ મગજ  RF-EMF ના સંસર્ગમાં આવવાની સંભાવના વધુ રહે છે.  આ જ વાતને એ રીતે પણ રજુ કરી  શકાય કે સૂચિત  સંસર્ગ માટે મગજ દ્વારા  શોષાયેલા RF-EMF જ જવાબદાર છે. એમ સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિસ ટ્રોપિકલ  એન્ડ પબ્લિક  હેલ્થ  ઈન્સ્ટીટ્યુટના  એન્વાયર્નમેન્ટલ  એકસપોઝરના વડા માર્ટિન રૂસલીએ જણાવ્યુ હતુ. મોબાઇલ ફોન પર વાત કરતી વખતે  હેડફોન  લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાથી  મગજને થતા નુકશાનુ પ્રમાણ ઘટાડી શકાય છે. મોબાઇલ નેટવર્ક વ્યવસ્થિત પકડાતુ ન હોય અને મોબાઇલ મહત્તમ  પાવરનો ઉપયોગ કરીને એટલે કે બેટરી ચાર્જિંગ વધુ હોય ત્યારે કાળજી રાખવી અત્યંત આવશ્યક બની રહેુ છે.  આની સામે  વાયરલેસ  કોમ્યુનિકેશનના અન્ય પ્રકાર જેમ કે ટેકસટ - મેસેજ  મોકલવા, ગેમ્સ રમવી કે  ઈન્ટરનેટ પર બ્રાઉઝિંગ   કરવુ જેવા ઉપયોગથીRF-EMF ના સંસર્ગમાં આવવાની સંભાવના ઓછી રહે છે. પરિણામે  યાદશકિતના વિકાસ પર અસર  પડવાની શકયતાઓ પણ ઘટી જાય છે. જો કે અન્ય પરિબળોના પ્રભાવની સંભાવના ચકાસવા માટે રૂસલીએ વધુ અભ્યાસની આવશ્યકતા વ્યકત કરતા જણાવ્યુ છે કે RF-EMFના સંસર્ગથી મગજની કાર્યક્ષમતા  પર કેટલી અસર પડે છે એ સંદર્ભે હજી સ્પષ્ટ  તારણ કાઢી શકાયુ નથી. આ ઉપરાંત આ સંશોધન લાંબા ગાળે કેટલુ થયાર્થ રહેશે એ વિશે પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે.

આ સંશોધન માટે એક વર્ષ માટે ૧૨ થી ૧૭ વર્ષની વયના ૭૦૦ ટીનેજર્સ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. (૧૭.૮)

(4:04 pm IST)