Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વર્લ્ડ રેકોર્ડ તોડવા લાગલગાટ ૧૨૫ કલાક ગિટાર વગાડી

સીડની તા.૨૩ : ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના વોલોન્ગોગ ટાઉનમાં  ગયા રવિવારે સ્કોટ બફોર્ડ નામના ગિટારિસ્ટે ગિટાર - મેરથોનનો પ્રારંભ કર્યો હતો. આ ભાઇએ સૌથી લાંબો સમય નોન- સ્ટોપ ગિટાર વગાડવાનુ બીડુ ઝડપ્યુ હતુ. ૧૫ જુલાઇએ બપોરે શરૂ થયેલી આ ઈવેન્ટમાં સ્કોટે લાગલગાટ ૧૨૫ કલાક  ગિટાર વગાડી. આ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા ખુબ આકરા નિયમો બનાવવામાં આવ્યા હતા.  ગિટાર પર સ્કોટે શુ વગાડ્યુ  એના નિયમો પણ નક્કી હતા. જેમ કે એવા જ સોન્ગ્સ વગાડવા જે ઓલરેડી રીલીઝ થઇ ચુકયા હોય એક નુ એક ગીત ચાર કલાકની અંદર ફરીથી રીપીટ ન થવુ જોઇએ  મતલબ કે ઓછામાં ઓછા  ૫૦૦ સોન્ગ્સનું કલેકશન તેણે હાથવગુ રાખવુ પડ્યુ હતુ.  રેકોર્ડની શરૂ આત થાય ત્યારથી લઇને તે પર્ફોર્મન્સ પૂરો કરે ત્યાં સુધીની એકએક પળનુ વિડીયો- રેકોર્ડિંગ  રાખવુ જરૂરી  હતુ.શરૂઆતના બે દિવસ તો વાંધો  આવ્યો, પરંતુ એ પછીથી  સ્કોટના ચહેરા પર ઉંઘ દેખાવા લાગી. તેના  તેના હાથની સ્કીન સુકાઇને લિટરલી તરડાઇ ગઇ હતી. એમ છતા લગાતાર પાંચ દિવસ અને ઉપર બે કલાક સુધી સ્કોટે ગિટાર વગાડવાનુ ચાલુ રાખ્યુ. ૨૦ જુલાઇએ મોડી સાંજે સૂજેલી આંખો અને હાથની આંગળીઓ સાથે તેણે  કાર્યક્રમ  પૂરો કર્યો આ ઘટના વખતે ગિનેસ વર્લ્ડ રેકોડૃસના અધિકારીઓ હાજર રહ્યા હતા.  અત્યાર સુધી નોન-સ્ટોપ ગિટાર વગાડવાનો રેકોર્ડ ૧૧૪ કલાક  અને ૬ મિનીટનો હતો અને ડબ્લિનના  ડેવ બ્રાઉન નામના  ભાઇએ  ૨૦૧૧માં બનાવ્યો હતો. ટૂંક સમયમાં જ ગિનેસ રેકોર્ડની માન્યતા મળે એવી સંભાવના છે.

(4:00 pm IST)