Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આ બહેન ૨૪ કિલો વજન વધારવા માંગે છે, કેમકે તેમને ૭૨ ઇંચના નિતંબ હજી મોટા કરવા છે

લંડન તા.૨૩: સ્વીડનના ગુથેનબર્ગમાં રહેતાં નતાશા ક્રાઉન નામનાં બહેન વીસ વર્ષનાં હતાં ત્યારથી પોતાના ફિગરને મઠારવામાં પડયાં હતાં. શરીરનાં અમુક અંગઉપાંગોને ઉભારવા માટે તેમણે જાતજાતની સર્જરીઓ પણ કરાવી. હોઠ ભરાવદાર બનાવવા, ડબલ-ચિન ગાયબ કરવી, નાક અણીદાર બનાવવું જેવી નાની પ્રોસીજર્સ ઉપરાંત બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ અને બમ-એન્લાર્જમેન્ટ માટે પણ તેમણે બબ્બે વાર સર્જરી કરાવી છે. હાલમાં તેમનાં બ્રેસ્ટ્સ શરીરની સરખામણીમાં આઉટ ઓફ પ્રપોર્શન મોટાં છે અને તેમણે પેટની તમામ ચરબી નિતંબમાં શિફટ કરાવી દીધી હોવાથી એનો ઘેરાવો ૭૨ ઇંચનો એટલે કે લગભગ ૬ ફુટ જેટલો થઇ ગયો છે. એમ છતાં હજી બહેને ધરવ નથી. તેમને વિશ્વના સોૈથી મોટા નિતંબ બનાવવા છે. સામાન્ય રીતે બ્રેસ્ટમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ ભરીને એન્લાર્જમેન્ટ કરવામાં આવે છે, પરંત નિતંબમાં આ પધ્ધતિ અમુક હદથી વધુ મોટી સાઇઝ માટે સેફ નથી ગણાતી એટલે શરીરના બીજા ભાગમાંથી કાઢેલી ચરબી નિતંબમાં ભરવામાં આવે છે. વારંવાર નિતંબ મોટા કરવા માટે ડોકડરનું માથું ખાતાં નતાશાબહેનને એ માટે વજન વધારવાનું કહેવામાં આવ્યું છે. શરીરમાં ચરબીના થર વધશે તો એનાથી તેમની બેકસાઇડનો ઘેરાવો વધારી શકાશે. આ ધ્યેયને લઇને નતાશાએ બેફામ બનીને જન્ક-ફૂડ અને સોફટ-ડ્રિન્કસ પીવાનું શરૂ કરી દીધું છે. પાંચ ફુટ દસ ઇંચની હાઇટ ધરાવતાં આ બહેનનું અત્યારે વજન ૧૨૪ કિલો છે અને હજી બીજુ ૨૪ કિલો વજન વધારીને તેમને નિંતબ પહોળા કરવા છે. (૧.૧૧)

 

 

(12:12 pm IST)