Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

માત્ર દસ સેકન્ડમાં આખા શરીરે સનસ્ક્રીન છંટાઇ જાય એવું ખાસ બૂથ મુકાયું અમેરિકામાં

ન્યુયોર્ક તા.૨૩: અમેરિકાના ન્યુયોર્કસ્થિત ક્રિસ્ટન મેક્કલેઇન નામનાં બહેને ખાસ સનસ્ક્રીન સ્પ્રે કરે એવું બૂથ તૈયાર કર્યુ છે. બીચ પર ફરવા જાઓ ત્યારે શરીરનો જે ભાગ ખુલ્લો રહેવાનો હોય ત્યાં પૂરતૂં સનસ્ક્રીન લોશન લગાવવામાં આવે એ જરૂરી છે, પરંતુ ઘણી વાર લોકોને સારી રીતે લોશન લગાવતાં નથી આવડતું. વળી તેમને ખબર નથી પડતી કે બે કલાક સુર્યના તડકામાં બેસવું હોય તો કેટલું સ્ટ્રોન્ગ સનબ્લોક લોશન જોઇએ. આ સમસ્યાનો નિવેડો સ્નેપીસ્ક્રીન નામના આ બૂથમાં આવી જાય છે. એમાં ટચસ્ક્રીન મોનિટર દ્વારા ૧૫,૩૦,૪૦, કે ૫૦ SPF ધરાવતું સ્પ્રે સિલેકટ કરવાનું હોય. એ પછી તમારે બિકિની પહેરીને અંદર ઊભા રહી જવાનું. માથાથી લઇને પગના અંગૂઠા સુધી એકસરખી માત્રામાં સનબ્લોક લોશન દસ જ સેકન્ડમાં તમારા શરીરે છંટાઇ જાય અને તમે બીચનો તડકો માણવા માટે તૈયાર થઇ જઇ શકો છો. બહામાઝના એટલાન્ટિસ રિસોર્ટમાં આ બૂથની ફર્સ્ટ ટ્રાયલ કરવામાં આવેલી જે સફળ થતાં અમેરિકામાં સ્વિમિંગ-પૂલ અથવા બીચ પર એ લગાવવામાં આવ્યા છે.(૭.૯)

(12:13 pm IST)