Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આ બહેને છઠ્ઠા બાળકને જન્મ આપ્યો જે ૧૪ લાખ લોકોએ જોયું

બર્લિન તા.૨૩: જર્મનીના હેલ શહેરમાં રહેતી ૩૬ વર્ષની સારા શ્મિડ નામની મહિલાએ કુલ છ બાળકોને જન્મ આપ્યો છે અને દરેક વખત તેણે જાતે જ પોતાની ડિલિવરી કરી છે. સારાનું કહેવું છે કે હોસ્પિટલનું વાતાવરણ ખૂબ તનાવવાળું હોય છે. થોડા સમય પહેલાં તેણે છઠ્ઠા બાળકને એક ગાર્ડનમાં જન્મ આપ્યો.એ વખતે તેનો હસબન્ડ અને પાંચેય બાળકો ત્યાં હાજર હતા. તેને જેવું લેબરપેઇન શરૂ થયું ત્યારથી ગાર્ડનમાં આંટા મારવાનું અને બોલ પર બેસીને પ્રેશર કરવાનું શરૂ કર્યુ અને બીજી તરફ તેના બાળકો લપસણી અને ઝૂલા પર હીંચકા ખાતા હતા. સારાએ આ ઘટનાનું વિડિયો-રેકોર્ડિગ પણ કરાવ્યું હતું. તેણે પેઇન શરૂ થયું ત્યારથઈ લઇને બાળક અવતર્યુ અને પહેલું બ્રેસ્ટ-ફીડ કરાવ્યું ત્યાં સુધીની ઘટના રેકોર્ડ કરાવી હતી અને તેનાં બાળકોએ વિસ્મય સાથેએ ઘટના જોઇ પણ હતી. થોડાક સમય પહેલાં સારાએ આ વિડિયો-કિલપ યુટ્યુબ પર શેર કરી હતી જેને લગભગ ૧.૪ મિલ્યન એટલે કે ૧૪ લાખ લોકોએ જોઇ છે. સારાનું કહેવું છે કે મોટા ભાગની હોસ્પિટલો બાળકનો જન્મ થાય ત્યારે ખૂબ ગંભીર વાતાવરણ બનાવી દે છે. આ ખૂબ કુદરતી ઘટના છે અને જો એને નેચરલ જ રાખવામાં આવે તો સ્ત્રીઓ આ પ્રક્રિયા એન્જોય કરી શકે.

(12:11 pm IST)