Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મિઝોરમમાં સૌથી વધારે બાળકો ધરાવનાર માતા-પિતાને એક લાખ રોકડા આપવાની એક મંત્રીની જાહેરાત

નવી દિલ્હી: એકતરફ દેશમાં જનસંખ્યા પર નિયંત્રણ લાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ મિઝોરમમાં એક મંત્રીએ પોતાના વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધારે બાળકો ધરાવતાં માતા-પિતા માટે રૂપિયા એક લાખ રોકડા પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમના પગલાંનો ઉદ્દેશ ઓછી વસતી ધરાવતાં મિજો સમુદાયને પરિવાર વધારવા પ્રોત્સહન આપવાનો છે. જો કે જાહેરાત કરનારા મિઝોરમના રમત-ગમત મંત્રી રોબર્ટ રોમાવિયા રોય તેઓ બાળકોની ઓછામાં ઓછી સંખ્યાનો ઉલ્લેખ કર્યેા નથી.

       મંત્રીની જાહેરાત એવા સમયે આવી છે કે યારે દેશના ઘણા વસતી નિયંત્રણનું સમર્થન કરી રહ્યા છે. રવિવારે ફાધર્સ ડેના અવસર પર મંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ આઈઝોલ ર્પૂવિય-વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે સંતાન ધરાવતાં પુષ કે મહિલાને . એક લાખ રોકડાનું ઇનામ આપશે. તેમણે ઉમેયુ હતું કે એવી વ્યકિતને એક પ્રમાણપત્ર અને ટ્રોફી પણ આપવામાં આવશે. અહેવાલો અનુસાર ખર્ચ રમત-ગમત મંત્રી રોબર્ટ રોમાવિયા રોય તેનો પુત્ર અને તેની કન્સ્ટ્રકશન કન્સલ્ટન્સી કંપની ઉપાડશે. મંત્રીએ ઉમેયુ હતું કે મિઝો જનસુમદાયમાં વૃદ્ધિનો દર ઘણો નીચો છે જે ગંભીર ચિંતાનો વિષય છે.

(5:36 pm IST)