Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રસી લીધા બાદ અમેરિકામાં યુવાનો પર હદય સંબંધિત લક્ષણો જોવા મળતા હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના સામે રસીકરણ અભિયાન સમગ્ર વિશ્વમાં ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. રસી પછી કેટલીક આડઅસર સામાન્ય છે, પરંતુ સીડીસીને યુવાનોમાં અન્ય લક્ષણો જોવા મળ્યાં છે. અમેરિકાના સીડીસીના અહેવાલ મુજબ, ઘણા યુવાનો રસી પછી હૃદયમાં સોજો અને બળતરા સહિતની ફરિયાદ કરે છે.

વ્હાઇટ હાઉસ ખાતેની ટીમ બ્રીફિંગ દરમિયાન, સીડીસીના ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ કહ્યું કે તેમને COVID-19 રસીકરણ બાદ 300 થી વધુ યુવાનોમાં હાર્ટ બળતરા થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જોકે રસીકરણની તુલનામાં આવા કિસ્સા ઓછા છે, પરંતુ યુવાનોના જણાવ્યા મુજબ કેસની ધારણા કરતા વધુ નોંધવામાં આવી રહી છે.

સલાહકાર સમિતિ કહે છે કે તે ટૂંક સમયમાં રસી અને હ્રદયની બળતરા વચ્ચેની કડી અંગે ચર્ચા કરશે. જો કે, સમિતિએ તેની COVID-19 રસીકરણ અભિયાનમાં કોઈપણ ફેરફારને નકારી કાઢયો છે. સમિતિ પણ મ્યોકાર્ડિટિસના વધતા જતા કેસો એટલે કે રસી પછી હૃદયના નબળા થવાની ચિંતા કરે છે.

સીડીસીએ મેના અંતમાં કોવિડ રસી પછી મ્યોકાર્ડિટિસના કેટલાક કેસો પર નજર રાખવાનું શરૂ કર્યું. રિપોર્ટમાં મહિલાઓ કરતાં પુરુષોમાં મ્યોકાર્ડિટિસના વધુ કેસો જોવા મળ્યાં છે. ફાઈઝર અને મોડર્ના વેક્સિનની બીજી માત્રા પછી કેસો વધુ જોવા મળી રહ્યા છે.

(5:34 pm IST)