Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઓએમજી....આ યુવતી અચાનક કપડાં ઉતારીને જાહેર સ્થળે લગાવાયેલ ફુવારામાં ન્હાવા લાગી

નવી દિલ્હી: ઈટલીની રાજધાની રોમમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ જાહેર જગ્યા પર તમામ કપડાં ઉતારીને એક ફાઉંટેનમાં જઈને સ્વિમિંગ કરવા લાગી હતી. ઘટના પિયાઝા કોલોના ફાઉંટેનની છે. જે સમયે ઘટના થઈ, ત્યારે ત્યાં કેટલાય લોકો હાજર હતાં. અચાનક યુવતીનું રીતે નગ્ન થવાની આજૂબાજૂના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે યુવતીને તાત્કાલિક બહાર આવવાનું કહ્યું, પણ તે હસતાં હસતાં પોલીસને જોતી રહી. એટલુ નહીં પોલીસ દ્વારા ધરપકડ કરવાની ધમકીની પણ તેના પર કોઈ અસર થઈ નહીં. તેણે તો ન્હાવાનું ચાલુ રાખ્યું. પોલીસે પણ જીદ પકડી ત્યારે માંડ માંડ બહાર આવી અને પોતાના કપડા લઈને ચાલતી થઈ. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં યુવતી સંપૂર્ણપણે નગ્ન દેખાઈ રહી છે.એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અજ્ઞાત યુવતી ટૂરિસ્ટ હતી અને કપડા ઉતારીને ફાઉંટેનમાં કુદ્યા પહેલા તે શહેરમાં ખૂબ ગરમી હોવાનું કહી રહી હતી. ગજબની વાત તો છે કે, દેશની સંસદની બાજૂમાં આવેલા પ્રખ્યાત ફુંવારા પાસે એટલી બધી સુરક્ષા હોવા છતાં પણ નગ્ન અવસ્થામાં ન્હાવા લાગી યુવતી.

(5:32 pm IST)