Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શેનઝેનમાં કોરોનાના વધી રહેલ પ્રકોપને કારણે બીજિંગ માટેની ઉડાનો રદ કરવામાં આવી

નવી દિલ્હી: કોરોનાની મહામારીના સ્ત્રોત એવા ચીનનાં હવે કોરોના વાઈરસનો પ્રકોપ વધ્યો છે. વધુ એક શહેર શેનઝેનમાં કોરોનાના કેસ વધતા શેનઝેને બીજીંગ માટેની ઉડાનો રદ કરી દીધી છે. ચીનનુ સૌથી વધુ વસ્તીવાળુ શહેર ગ્વાંગ ડોંગ તો હાલ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે. વખતે ચીનમાં સંક્રમણનું કેન્દ્ર ગુઆંગદોંગ પ્રાંત બન્યુ છે. અહી કોરોનાના ખતરનાક ડેલ્ટા વેરીએન્ટનાં કારણે કેસમાં ઉછાળો આવ્યો છે. દક્ષિણી પ્રાંતનું એક વધુ શહેર ડોંગ્ગુઆનમાં મોટા પ્રમાણમાં ટેસ્ટ શરૂ થઈ ગયા છે.

(5:30 pm IST)