Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કોરોનાના તમામ સ્વરૂપિણી સામે લડી શકવાની શક્તિ આપતી વેક્સીન બનાવવા પર કરી રહ્યા છે પ્રયાસ

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટ દુનિયાની મુશ્કેલી વધારી રહ્યાં છે, ત્યારે વૈજ્ઞાનિકો એવી વેક્સિન પર કામ કરી રહ્યાં છે જે કોરોના વાયરસના તમામ વેરિયન્ટ વિરુદ્ધ સુરક્ષા આપે. વેક્સિન અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહી છે. એક વખત વેક્સિન તૈયાર થઇ જશે, તો મહામારી વિરુદ્ધની લડાઇમાં એક શક્તિશાળી હથિયાર મળી જશે. વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સિન લગભગ તૈયાર કરી લીધી છે, જે કોવિડ-૧૯ ઉપરાંત કોરોના વાયરસના તમામ વેરિયન્ટ સામે લડવાની શક્તિ આપશે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાના તમામ સ્વરુપોની સામે કારગર નીવડે તેવી વેક્સિન બનાવી છે અને ઊંદરો પર પ્રયોગ શરુ કર્યો છે. જ્યારે ઊંદરો પર ટ્રાયલ કરવામાં આવી ત્યારે વેક્સિને ઘણી એન્ટીબોડી વિકસીત કરી, જે ઘણા સ્પાઈફક પ્રોટીનનો સામનો કરી શકે છે. આમાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલા B.1.351 જેવા વેરિયન્ટ પણ સામેલ છે. જો વૈજ્ઞાનિકો સફળ રહેશે તો માનવી માટે એક વરદાન સાબિત થઇ શકે છે.

(5:29 pm IST)