Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સાઉદી અરબના રિયાદમાં ડ્રોન મિસાઈલ હુમલો

નવી દિલ્હી: સાઉદી અરબના પાટનગર રિયાદમાં મંગળવારે સવારે કેટલાક ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. રિયાધમાં રાત્રે કેટલાક ધમાકા અને સાયરનની અવાજ સાંભળવામાં આવી હતી. સાઉદી અરબમાં અમેરિકાના દૂતાવાસે રિયાદ પર મિસાઈલ અને ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા ઈરાન અને યમન સમર્થક હૂતિ વિદ્રોહીઓએ કર્યા છે.

              અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. અમેરિકાના દૂતવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો કોઈ ધમાકાની અવાજ સાંભળે તો તે જ્યાં છે ત્યાં છૂપાય જાય. જો તમે એક બિલ્ડિંગમાં રહો છો તો દરવાજા અને બારીઓથી દૂર રહો અને જો તમે બહાર છો તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા પર જતા રહોદૂતાવાસના નિવેદનથી વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે રિયાદ પર હુમલો થયો છે.

(6:16 pm IST)