Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આ શ્વાનનો એકાગ્રતાનો વિડીયો જોઈને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: જેન્ગા બ્લોકસની રમત કોઈ પણ એજ પર રમવાની મજા આવે છે. એમાં તમારો હાથ કેટલો સ્થિર રહે છે એની પર ગેમનો મદાર રહે છે. મોટા બ્લોકના ટાવરમાંથી ઈંટો કાઢયે જવાની અને છતાં ટાવર ભોંયભેગો તો થવો જોઈએ. ઈટલીના રોમમાં રમત એક ડોગી રમતો હોય એવો વિડીયો બહાર પડયો છે.

                એમાં જેન્ગા-ટાવરને વાઈન ભરેલા ગ્લાસ પર બેલેન્સ કરવામાં આવ્યો છે. રશ નામનો ડોગી માણસોને જેન્ગા રમતાં જોઈને કઈ રીતે રમાય શીખી ગયો છે. ભાઈસાહેબ એમાંથી એક બ્લોક કાઢવા માટે દાંતનો ઉપયોગ કરે છે. વિડીયોમાં લગભગ ત્રણ વાર એનો ટર્ન આવે છે અને ત્રણેય વાર તે અદભૂત એકાગ્રતા અને કુશળતાનું પ્રદર્શન કરે છે.

(6:16 pm IST)