Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચીનને હોંગકોંગ માટે બનાવવામાં આવેલ સલામતી સુરક્ષા કાયદાનું અમલી કરવા વધુ પ્રયાસ કરતા તણાવનો માહોલ સર્જાયો

નવી દિલ્હી: ચીનમાં કાયદો ઘડતી ટોચની સંસ્થા મહિનાના અંત સુધીમાં ત્રણ દિવસના એક સત્રનું આયોજન કરશે. સાથે હોંગ કોંગ માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને અમલી કરવાની સંભાવના વધી ગઇ છે. ચીનના પ્રસ્તાવિત કાયદાના કારણે અર્ધસ્વાયત ક્ષેત્રમાં તણાવની સાથે ભયનો માહોલ સર્જાયો છે.

              એક અહેવાલ પ્રમાણે આગામી 28 થી 30 જૂન દરમિયાન બીજીંગ ખાતે નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠક યોજાશે. બેઠક શનિવારે સમાપ્ત થયેલા ત્રણ દિવસના સત્રના માત્ર એક સપ્તાહ બાદ યોજાઇ રહી છે જે એક અસામાન્ય વાત છે કારણ કે એનપીસીની સ્થાયી સમિતિ સામાન્ય રીતે દર બે મહિને બેઠક યોજે છે તરફ ચીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાતા ગુનાઓની તપાસ કરવા અને કેસ ચલાવવા હોંગ કોંગમાં એક વિશેષ બ્યુરો સ્થાપિત કરવાની યોજના બનાવી છે. સરકારી મીડિયામાં જાહેર કરવામાં આવેલા સમાચારોમાં હોંગ કોંગમાં લાગુ થનારા નવા વિવાદીત રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંગે કેટલીક જાણકારી આપવામાં આવી છે જેના દ્વારા વાતની ખબર પડી છે.

(6:15 pm IST)