Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જમીનમાંથી આવતી ખુશ્બૂને શોધી કાઢશે રોબોટ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવા રોબોટને વિકસિત કર્યો છે જે જમીનથી આવતી કોઈ પણ દુર્ગંધને શોધી કાઢશે અને આ દુર્ગંધના ઉપયોગમાં બારકોડની રીતે કામ કરતા જમીન પર લખેલ સંદેશાને પણ રોબોટ જોઈ શકશે.છેલ્લા બે દસકાથી અનુસંધાનકર્તા એવા રોબોટને વિકસિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે સૂંઘવાની પ્રણાલી ધરાવી શકતા હોય.મોટા ભાગે રોબોટ માત્ર હવાઈ ખુશ્બુની શોધ કરી શકતા હોય છે પરંતુ આ પ્રકારના રોબોટ કોઈ પણ સ્મેલને આસાનીથી ઓળખી કાઢવાની ક્ષમતા ધરાવશે.

(6:51 pm IST)