Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કોક્રોચ કેપુચીનો પીશો ?

તાઇવાનમાં એક બરિસ્તા છે જયાં કોક્રોચ કેપુચીનો મળે છે. માત્ર ક્રોક્રોચ જ નહીં, તમે કહો એ ઇન્સેકટવાળી કોફી મળે છે. અહીં મળતી કોફીમાં રિયલ જીવડાં નથી હોતા, પરંતુ હૂબહૂ અસલી જેવા જ દેખાતાં થ્રી-ડાઇમેન્શનલ ઇન્સેકટસની ઇમેજ જ હોય છે. માય કોફી નામના બરિસ્તામાં ચેન્ગ કૂઇ ફેન્ગ નામનો આર્ટિસ્ટ દૂધનું ફીણ, કોફી અને ચોકલેટ વાપરીને કોક્રોચ, મચ્છર, ઇયળ જેવા જંતુઓ કોફી પર ચીતરી આપે છે. અલબત્ત, આવી કોફીનો એક કપ ઓછામાં ઓછા ૪પ૦ રૂપિયામાં પડે. જો તમારા પેટસ કે અન્ય કોઇ પ્રાણીની ઇમેજનું ચિતરામણ કરાવવું હોય તો લગભગ ર૧૦૦ રૂપિયા ખર્ચવા પડે.

(11:42 am IST)