Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વાળને ખરતા રોકવા માટે આજે જ અપનાવો આ સરળ ઉપાય

બદલતી જીવન શૈલીમાં વાળ ઉતરવા હવે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજે લગભગ લોકો આ સમસ્યાને લઈને ચિંતીત હોય છે. તો જાણી લો કેટલાક સરળ ઉપાય જેના દ્વારા તમે વાળને ખરતા રોકી શકો છો.

ડુંગળીનો રસ : એકથી બે ડુંગળીને પીસી તેના રસને તાળવા પર લગાવવાથી વાળને ફાયદો થાય છે. આવુ અઠવાડીયામાં ૨-૩ વાર કરવાથી તમને ફર્ક જોવા મળશે.

ગ્રીન ટી : ગ્રીન ટીના ૧-૨ બેગ લો અને પાણીમાં મિકસ કરો. હવે તેને તાળવા પર લગાવો.

હેર મસાજ : મસાજ માત્ર શરીર માટે જ નહીં પરંતુ, વાળ માટે પણ જરૂરી છે. તમે વાળનું મસાજ ઓલીવ, નાળીયેર અને કૈનોલા ઓઈલથી કરી શકો છો. મસાજ કરતા પહેલા તેલને થોડુ ગરમ કરી લેવુ.

લીંબુ અને એલોવેરા : લીંબુ અને એલોવેરા પણ વાળને ખરતા અટકાવે છે. આ બંને જીવાણુરોધી હોય છે, જે વાળને ખરતા અટકાવે છે અને મજબુત પણ બનાવે છે તેમજ બીજીવાર ઉગવામાં પણ મદદ કરે છે.

(9:23 am IST)