Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ચીન દ્વારા તાઇવાન પર હુમલો કરવામાં આવે તો અમેરિકા સૈન્ય મદદ પહોંચાડે તેવી માહિતી

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કહેવા પ્રમાણે જો ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેમાં તાઈવાનને સૈન્ય મદદ પહોંચાડશે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે જ્યારે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જુએ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું કે, જો ચીન સ્વ-શાસિત દ્વીપ તાઈવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઈવાનને સૈન્ય મદદ કરશે. બાઈડને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, ચીન જોખમ સામે રમત કરી રહ્યું છે. હકીકતે બાઈડનને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જો ચીન બળજબરીથી તાઈવાનને પોતાના નિયંત્રણમાં લેવા ઈચ્છશે તો શું અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે? તેના જવાબમાં બાઈડને કહ્યું કે, 'અમે એ જ વચન આપ્યું હતું. અમે એક ચીન નીતિ (One China Policy) પર રાજી થયા, અમે તેના પર હસ્તાક્ષર કર્યા...પરંતુ એ વિચારવું ખોટું છે કે, તાઈવાનને બળપ્રયોગથી છીનવી શકાશે.'આશરે 7 દશકાથી પણ વધારે સમય સુધી અલગ શાસન કરવા છતાં ચીન દ્વારા તાઈવાનને એવી ધમકી આપવામાં આવી છે કે, 'તાઈવાનની સ્વતંત્રતા'નો અર્થ યુદ્ધ થશે. ગત વર્ષે 1 જૂનના રોજ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્વશાસિત તાઈવાન સાથે પૂર્ણ એકીકરણનો સંકલ્પ લીધો હતો અને દ્વીપ માટે ઔપચારિક સ્વતંત્રતાના કોઈ પણ પ્રયત્નને નિષ્ફળ બનાવવાનું વચન આપ્યું હતું.

 

(6:49 pm IST)