Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કાબુલમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ શખ્સોના મૃત્યુ નિપજ્યા:વધુ ત્રણ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં તાલિબાનના પૂર્વ નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ મનાવવા આવેલા લોકોને નિશાન બનાવ્યા છે. આ વિસ્ફોટ ઈસ્તિકલાલ હોલના ગેટ પર થયો. જાણકારી અનુસાર અત્યાર સુધી 3 લોકોના આ બ્લાસ્ટમાં મોત નીપજ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ ખુરાસાને કર્યો છે, જે વૈશ્વિક આતંકી સંગઠન ISISની અફઘાનિસ્તાન સ્થિત બ્રાન્ચ છે. લોકો ઈસ્તેગલાલ હોલના ગેટ પર તાલિબાની નેતાના મોતની વર્ષગાંઠ મનાવવા પહોંચ્યા હતા. એવી જાણકારી છે કે આ બ્લાસ્ટ બપોરે કરવામાં આવ્યો. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થવો સામાન્ય વાત થઈ ગઈ છે. આ મોટાભાગના બ્લાસ્ટના તાર આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોય છે. બોમ્બ વિસ્ફોટ કાબુલના 10મા સિક્યોરિટી જિલ્લામાં થયો છે. ઘટના ઈસ્તેગલાલ હોટલ નજીક કાબુલના હામિદ કરજઈ એરપોર્ટ વાળા રસ્તા પર થઈ છે. આ હોટલમાં તાલિબાની નેતા મુલ્લાહ અખ્તર મંસૂરની મોતની વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી, જેમની હત્યા થઈ હતી. પ્રાથમિક જાણકારી અનુસાર અત્યાર સુધી ત્રણ લોકોના આ હુમલામાં મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ કરી શકાઈ નથી. તાલિબાનના ગૃહ મંત્રીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

 

(6:47 pm IST)