Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

નશો કરવા માટે અમેરિકી યુવાનો ટેબ્લેટ ખાઈ રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકી યુવાઓમાં ઑનલાઇન ડ્રગની દાણચોરી જીવલેણ સાબિત થઇ રહી છે. ટોચની અમેરિકી સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના આંકડા અનુસાર, ગત વર્ષે ડ્રગ ઓવરડોઝને કારણે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. નશો કરવા માટે આ યુવાઓ ટેબલેટનું સેવન કરે છે. આ ટેબલેટમાં ફેંટેનાઇલ નામનો પદાર્થ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. મેડિકલ સ્ટોર્સ પર તેની ખરીદી પર અનેક પ્રતિબંધો છે. એવામાં માફિયાઓ સ્નેપચેટ, ટિકટૉક અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ મારફતે ટેબલેટનું વેચાણ કરે છે. નશાની લતનો શિકાર યુવાઓ સોશિયલ મીડિયા સાઇટ પર ઑર્ડર કરીને આ માદક ટેબલેટની ડિલિવરી લે છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ગોપનીયતા યુક્ત સુવિધાઓ આ ડ્રગ્સની દાણચોરીનો માર્ગ મોકળો કરે છે. ખરીદદાર અને વિક્રેતા બંને એક બીજાને શોધીને કોઇપણ સમસ્યા વગર લેવડદેવડ કરી શકે છે. સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે યુવાઓ ઓવરડોઝ લે છે. સરકારી ડેટા અનુસાર, 18 થી 45 વર્ષીય લોકો આત્મહત્યા, ટ્રાફિક દુર્ઘટના અને ગન કલ્ચરની હિંસા કરતાં વધુ ડ્રગ ઓવરડોઝને કારણે મૃત્યુ પામે છે.

 

(6:46 pm IST)