Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ન્યુઝીલેન્ડમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે અવતાર-2નું શેડ્યુલ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડમાં જલદીથી જ અવતાર-2નું શૂટિંગ શરુ કરવામાં આવશે. આ ફિલ્મના સેટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેરકરીને પ્રોડ્યુસર જોન લેન્ડીએ કેપ્શન આપી હતી કે અમારા અવતારનો સેટ તૈયાર છે. આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડમાં શૂટિંગ શરુ કરવાને લઇને ઉત્સાહિત છું.

આ ફિલ્મનું શુટીંગ માર્ચમાં શરુ થવાનું હતું જો કે લોકડાઉનને કારણે શુટીંગ પાછળ ધકેલાઈ ગયું છે. 2009માં આવેલી આ ફિલ્મની સીક્વલ 2021ની 17 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કામ કરવાને લઇને અગાઉ જેમ્સ કેમરુને કહ્યું હતું કે હું અવતારમાં કામ કરવા માટે તત્પર છું. જો કે રાજ્યમાં લાગવામાં આવેલા ઇમર્જન્સી કાયદાઓને જોતાં હાલમાં એ શક્ય નથી. એથી હાલમાં તો આ બધું હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. અમે ન્યુઝીલેન્ડમાં શુટીંગ કરવાના હતા. પરંતુ એને પાછળ ધકેલવામાં આવ્યું હતું. જો કે અમે જેમ બને એમ વહેલાસર કામ કરવા માટે આતુર છીએ.

(6:16 pm IST)