Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અંદાજે 28 વર્ષ પછી અમેરિકા કરી રહ્યું છે પરમાણુ બૉમ્બ ટેસ્ટ અંગે વિચારણા

નવી દિલ્હી: ચીન અને રશિયા સાથે વધતા ખતરા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 28 વર્ષ બાદ પરમાણુ બોમ્બ ટેસ્ટ અંગે વિચાર કરી રહ્યા છે. અમેરિકાએ છેલ્લે 1992માં પરમાણુ પરિક્ષણ કરાવ્યું હતું. શુક્રવારે અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા પરમાણુ પરિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ પરીક્ષણનો હેતુ તેના હથિયારોની વિશ્વસનીયતા ચકાસવા અને નવા ડિઝાઇન કરેલા શસ્ત્રો બનાવવાનો છે.

અમેરિકાના આ પરમાણુનો મુખ્ય હેતુ તેના અણુ બોમ્બના વર્તમાન સ્ટોકની વિશ્વસનીયતાની ચકાસણી કરવાનો અથવા નવા પ્રકારનાં પરમાણુ શસ્ત્રો બનાવવાનું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે તે નવા શસ્ત્રો બનાવશે નહીં, પરંતુ જો રશિયા અને ચીન વાટાઘાટો કરવાનો ઇનકાર કરે તો તેઓ શસ્ત્રો બનાવવાનો અધિકાર અનામત રાખે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન અણુ બોમ્બના પરીક્ષણના પ્રસ્તાવ પર ગંભીર મતભેદ જોવા મળ્યા હતા.

(6:15 pm IST)