Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મજબૂરીના કારણોસર પિતાને સાયકલ પર બેસાડીને આ પુત્રીએ અધધ 1200 કિલોમીટરની સફર કરી

નવી દિલ્હી: કોરોના લોકડાઉનના કારણે પરપ્રાંતીય મજુરોની દયનીય સ્થિતિ, મુશ્કેલીમાં પણ સાહસ જેવી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડયા છે તેમાં બીમાર પિતાને સાઈકલ પર બેસાડીને અધધધ 1200 કિલોમીટરની સફર કરનાર 15 વર્ષીય પુત્રી જયોતિકુમારીના સાહસથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અભિભૂત થઈ હતી અને તેના સાહસની પ્રશંસા કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે કોરોના લોકડાઉન દરમિયાન પર પ્રાંતીય મજુરોની ઘર વાપસીની મોટા પાયે હિજરત દેશમાં થઈ હતી. જેમાં પરિવહન સેવા ઠપ્પ હોઈ મજૂરો પગપાળા કે સાઈકલ પર પોતાના વતન જવા રવાના થયા હતા, ત્યારે બિહારની 15 વર્ષીય જયોતિકુમારી નામની તરુણીએ તેના પિતાને સાઈકલમાં બેસાડીને 1200 કિલોમીટરનો પ્રવાસ ખેડતા તે મીડિયામાં સંપર્ક હતી. તેના આ સાહસ માટે સાઈકલીંગ તેને ટ્રાયલ માટે બોલાવી છે.

(6:14 pm IST)