Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ચીનની 33 કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા જઈ રહ્યું છે અમેરિકા

નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ માટે ચીનને જવાબદાર માની રહેલા અમેરિકાના ચીન પ્રત્યેના તેવર વધારને વધારે આક્રમક થઈ રહ્યા છે. હવે અમરિકા એવી 33 કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા જઈ રહ્યુ છે જે ચીનની સેના સાથે સંકળાયેલી હોવાનુ મનાય છે.આ પહેલા અમેરિકા ચીનના સ્ટોક માર્કેટમાં રોકાયેલા અમેરિકન પેન્શન ફંડના અબજો ડોલર પાછા ખેંચી ચુક્યુ છે.

અમેરિકાના વેપાર મંત્રાલયનુ કહેવુ છે કે, ચીનમાં ઉયુગર લોકોના માનવધિકારીઓનો ભંગ કરવા બદલ અને તેમના પર અત્યાચાર કરવા બદલ નવ કંપનીઓને બ્લેક લિસ્ટ કરાઈ છે અને બીજી પણ બે ડઝન કંપનીઓ અને સરકારી સંસ્થાઓને પણ ચીનની સેનાને સપ્લાય પૂરો પાડવા બદલ આ લિસ્ટમાં મકુવામાં આવી છે.

(6:13 pm IST)