Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દીકરીની ઇચ્છા પૂરી કરવા કાર્પેન્ટરે બનાવી લાકડાની કાર પેરુથી ન્યુયોર્ક સુધીનું ૩૨,૦૦૦ કિલોમીટર ડ્રાઇવ કરીને જશે

લિમાઃ દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે પિતા કઇ હદ સુધી જઇ શકે એનો ઉતર દાખલો પેરૂમાં જોવા મળે એમ છે. પેરૂના લિમા શહેરમાં રહેતા બિન્વેડિઓ ઓર્ટેગા નામના એક કાર્પેન્ટર ભાઇને ન્યુ યોર્કમાં રહેતી એનેલી નામની દીકરીએ પંદર વર્ષની વયે જિદ કરેલી કે તે નવી કાર ખરીદીને નહીં, પણ લાકડામાંથી કાર બનાવીને પોતાના માટે લાવે. એ પણ પેરૂની ન્યુ યોર્ક સુધી ચલાવીને લાવે. આ વાત ૨૦૧૭ની છે. પિતાએ ભેજું લડાવીને એક શેવરોલે કારનું જૂનું એન્જિન લઇને એનું મોડલ લાકડામાંથી બનાવ્યું અને નીકળી પડ્યા ન્યુ યોર્ક જવા. જોકે નસીબ ખરાબ કે કોલંબિયામાં લાકડાની કાર બગડી. એને રિપેર કરતાં વાર લાગે એમ હતી. પણ તેને કાર રિપેર થાય અને જર્ની આગળ વધારી શકે એ માટે વીઝાનું એકસ્ટેન્શન ન મળ્યું. આખરે તેઓ પોતાના એક મિત્રને કાર ગિફટ કરીને ત્યાંથી પાછા વળી ગયા. આ વાતને એક વર્ષ જતું રહ્યું. પણ દીકરીની ડિમાન્ડ પૂર કરવાની પિતાની ઇચ્છા અપરંપાર હતી. ગયા વર્ષે તેમને બે અલગ-અલગ બીટર કારમાંથી કાઢેલાં ચેસિસ અને મોટર મળ્યાં. ભાઇએ ફરીથી દીકરી માટે એમાંથી લાકડાની બોટલ કાર તૈયાર કરવા માટે કમર કસી લીધી. ખૂબ ટ્રેડિશનલ બીટલ કારને બે દરવાજા હોય, પણ બિન્વેન્ડિઓભાઇએ પોતાની કારમાં ચાર દરવાજા રાખ્યા. કાર પર શિપ કેબિનને પ્રોટેકટ કરવા માટે વપરાતા વાર્નિશનો કોટ લગાવીને પર્ફેકટ કાર બનાવી દીધી. માર્ચ મહિનામાં કાર બની ગઇ અને તેમણે લિમાના ઘરેથી દીકરીને ત્યાં જવછા માટે રોડ ટ્રિપની પણ શરૂઆત કરી દીધી છે. લાકડાની કાર હોવાથી એને રિપેર કરવા માટે વારંવાર બ્રેક લેવો પડે છે. હાલમાં ફરીથી તેમણે વીકનો બ્રેક લીધો છે. પણ પાંચમી જુલાઇએ તેમની દીકરીનો ૧૭મો જન્મદિવસ છે ત્યાં સુધીમાં ન્યુ યોર્ક શહેર પહોંચી જવાની તેમની ગણતરી છે.

(2:35 pm IST)