Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ફુલટાઇમ પ્રોફેશનલ ગેમર બનવા આ ટીનેજરે ભરવાનું છોડી દીધું: ત્રણ જ મહિનામાં બાવીસ લાખ કમાઇ ચૂક્યો છે

લંડન, તા.૨૩: આખો દિવસ મોબાઇલમાં ગેમ રમતાં સંતાનોને જોઇને પેરન્ટ્રસને ચિંતા થતી હોય છે કે જો આમ જ રમતો રહેશે તો મોટો થઇને શું બને? જો કે ઇંગ્લેન્ડના મિડલસેકસ શહેરમાં રહેતા બેન્જી ફિશ નામના ૧૫ વર્ષના કિશોરે તો તેના પેરેન્ટ્રસની ચિંતા જ સોલ્વ કરી નાખી છે. ભાઇ સાહેબે ભણવાનું છોડીને અત્યારથી જ પ્રોફેશનલ ગેમર બની જવાનું નકકી કરી લીધું છે. હજી ત્રણ મહિના પહેલાં જ બેન્જીએ આ નિર્ણય લીધો અને તેણે ફોર્ટનાઇટ ગેમ રમીને ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ બાવીસ લાખ રૂપિયા કમાઇ લીધા છે. ફાર્ટનાઇટ ગેમની વર્લ્ડ કપ ઇવેન્ટ માટે પણ તે કવોલિફાય થઇ ગયો છે. આ વર્લ્ડ કપમાં કવોલિફાય થનારા પાર્ટિસિપન્ટ્સને પણ લાખો રૂપિયા મળે છે. જો કે તે એક પછી એક પડાવો પાર કરીને ફોર્ટનાઇટ વર્લ્ડ કપમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે. જો તે ચેમ્પિયન બની શકશે તો ૩૫ કરોડ રૂપિયાથી વધુનું ઇનામ જીતશે. જુલાઇ મહિનામાં તેની ફાઇનલ કોમ્પિટિશન છે અને એમાં બેન્જીનું ભવિષ્ય નકકી થઇ જશે. નવાઇની વાત એ છે કે તેણે ગેમ રમવા પાછળ ફોકસ કરવા માટે ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલ છોડી દીધી હતી. તે માત્ર ટ્યુટર્સ પાસેથી ભણે છે. આ બધું તે મમ્મીના પ્રોત્સાહનથી કરી રહ્યો છે.

(2:43 pm IST)