Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઉકળતો સૂપ ફાટયો અને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો

કુન્મિંગઃ શીર્ષક વાંચીને તમને સવાલ થયો હશે કે સૂપ કઇ રીતે ફાટે? સવાલ વાજબી છે. જોકે ચીનની એક રેસ્ટોરાંમાં આવું બન્યું છે. વાત એમ હતી કે કુન્મિંગ ટાઉનમાં હૈદીલાઓ રેસ્ટોરાંમાં આ ઘટના બની હતી. હોટ પોટ નામની ચાઇનીઝ વાનગી માટે જાણીતા આ રેસ્ટોરાંમાં ભૂલથી સૂપના મોટા સર્વિગ બોલમાં કસ્ટમરનું લાઇટર પડી ગયું. વેઇટ્રેસે મોટા બે કડછાની મદદથી સૂપમાંથી લાઇટર કાઢવાની મશક્કત કરી. જોકે એ વખતે સૂપની નીચે ઇલેકટ્રીક સગડી ચાલી રહી હતી અને સૂપ ઊકળી રહ્યો હતો. ગરમ લિકિવડ અને લાઇટરમાં જવલનશીલ પદાર્થની હાજરી અને એમાં પાછું કડછો અથડાયો એટલે લાઇટર ફાટયું અને સૂપ બધો જ ઊછળીને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો. બાજુમાં બેઠેલા કસ્ટમર પર પણ થોડાક છાંટા ઊડયા. આ ઘટના રેસ્ટોરાંના કેમેરામાં કેદ થઇ ગઇ છેે. વેઇટ્રેસનો ચહેરો બહુ ખરાબ રીતે દાઝી ગયો હતો અને એની હજી સારવાર ચાલી રહી છે. મૂળે હોન્ગ કોન્ગની અને ચીન સહિત વિશ્વભરમાં ૩૦૦થી વધુ આઉટલેટ ધરાવતી હૈદીલાઓ રેસ્ટોરાંએ આ ઘટના કઇ રીતે ઘટી એની તપાસ બેસાડી છે.

(2:35 pm IST)