Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પપ્પાના લવસીનમાં ત્રણ વર્ષના બાળકે કરી આવી હરકત

નવી દિલ્હી: ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે છોકરાઓ ઘણી બધી મહેનત કરતા હોય છે અને એ પળને યાદગાર બનાવતા હોય છે પરંતુ અમેરિકામાં એક શખ્સનું પ્રપોઝલ તેમનાજ બાળકે બગાડી દીધું છે અને યાદગાર બનાવી દીધું છે પાપા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યા હતા ત્યારે 3વર્ષીય તેનું બાળક પાછળ ઉભું રહીને ટોયલેટ કરી રહ્યું હતું સોંઢીયાળ મીડિયા પર આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો  છે જે લોકોને ખુબજ ફની લાગી રહ્યો છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેવિન પરસિટુલા એમની ગર્લફ્રેન્ડ એલિજા એલિઝાબેથને પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારે કેવિનનો 3 વર્ષીય બાળક પાછળ ઉભો રહીને ટોયલેટ કરી રહ્યો હતો તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

 

(7:09 pm IST)
  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST

  • યુપીમાં ભાજપના 11 ધારાસભ્યો સહીત 13 નેતાઓને 10-10 લાખની ખંડણી માંગી ધમકી :તમામને સંદેશાની ભાષા એકસરખી :ખાડીના દેશોમાં છુપાયેલ અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા :એસટીએફ અને ડીજીપી મુખ્યાલયના સાયબર સેલને તપાસ સોંપાઈ access_time 1:18 am IST

  • શતાબ્દી એક્સપ્રેસમાં નાસ્તો કર્યા બાદ 33 મુસાફરોની તબિયત લથડી :14 લોકોને બૅચેની અને ઉલ્ટીની ફરિયાદ :કોલકાતા જતી 12278 પુરી-હાવડા શતાબ્દી એક્સપ્રેસમાં બનાવ :બિમાર મુસાફરોની સારવાર માટે એક કલાક ટ્રેન રોકવી પડી: વરિષ્ઠ અધિકારીએ આપી જાણકારી access_time 1:01 am IST