Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રાસાયણિક ગોડાઉનમાં આગ ભભૂકતા એક શખ્સનું મોત:14 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:બાંગ્લાદેશની રાજધાની ઢાકાના વિસ્તારમાં એક રાસાયણિક ગોડાઉનમાં શુક્રવારના રોજ સવારના સમયે આગ ભભૂકતા એક શખ્સનું મોત નીપજ્યું છે તેમજ 14 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. બંગશલ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી એમડી શાહીન ફકીરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેમિકલ ગોડાઉનમાં આગ સ્થાનિક સમયાનુસાર સવારના 3 વાગ્યાની આસપાસ લાગી હતી.કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કહેવાય રહ્યું છે કે આગ લાગવાના કારણોસર પીડિતોના મૃતદેહ લેવામાં આવ્યા છે તે ઝેરીલા ગેસના કારણોસર  થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:12 pm IST)