Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પશ્ચિમ પાકિસ્તાનના અશાંત શહેર કવેટામાં હોટલની બહાર પાર્કિંગમાં થયેલ બોંબ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમ પાકિસ્તાનના અશાંત શહેર ક્વેટામાં એક લક્ઝુરિયસ હોટલની પાર્કિંગની જગ્યામાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને 12 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ માહિતી આપી હતી અને બ્લાસ્ટ સમયે ચીની રાજદૂત બિલ્ડિંગમાં હાજર હોવાના અહેવાલોને રદિયો આપ્યો હતો. ક્વેટામાં સેરેના હોટલના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પાર્કિંગમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને આગ લાગી હતી. કેટલાક પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હોટલ પર ચીનના રાજદૂત નોંગ રોંગ હાજર હતા.

(6:10 pm IST)